મોરબી જિલ્લાના રંગપર ગામના રોડ ઉપર દેશી દારૂના કટિંગ પહેલા જ પોલીસે દરોડો પડી 300 લીટર દારૂ ભરેલી કાર કબજે કરી હતી. પોલીસ દેશી દારૂ સપ્લાય કરવાઆવેલ શખ્સને ઝડપી લઇ દારૂ મોકલનાર સહિતના આરોપીને પકડી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
કેસની વિગત મુજબ મોરબી તાલુકાના રંગપર ગામના બસસ્ટેન્ડ નજીક સાયલા તાલુકાના ઢેઢુકી ગામના જીગ્નશ કુકાભાઇ લગદાણીયા, પ્રવિણભાઇ દિલુભાઇ માંડલીયા નામમાં આરોપીઓએ જીગ્નેશભાઇ ઉર્ફે ડાકુ કાળુભાઇ પંચાળા ઢેઢુકી તા.સાયલા, જી.સુરેન્દ્રનગર નામના શખ્સને કવાલીસ કારમાં દેશી દારૂ ભરી આરોપી અનવરભાઇ ઉર્ફે દડી હાજીભાઇ માલાણી રહે.કાંતીનગર, મોરબીને દારૂનો જથ્થો સપ્લાય કરવા મોકલ્યો હોય આ અંગે પોલીસને જાણ થતા પોલીસે રંગપર ગામના બસ સ્ટેન્ડ નજીકથી કવાલીસ કાર સાથે ચાલકને ઝડપી લીધો હતો. આ કેસમાં અન્ય ત્રણ આરોપીના નામ ખુલતા પોલીસે તમામ આરોપીઓ સુધી પહોંચવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.