Saturday, May 4, 2024
HomeGujaratહળવદમાં વરસાદને પગલે રાવલફળી વિસ્તારમાં મકાનનો રવેશ ધરાશાયી

હળવદમાં વરસાદને પગલે રાવલફળી વિસ્તારમાં મકાનનો રવેશ ધરાશાયી

સદનસીબે મોટી દુર્ઘટના સહેજમાં ટળી, તંત્રની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનો રહીશોનો આક્ષેપ

- Advertisement -
- Advertisement -

હળવદમાં આજે બપોર પછી ધોધમાર વરસાદ પડ્યો હતો. હળવદમાં વરસાદને પગલે રાવલફળી વિસ્તારમાં મકાનનો રવેશ ધરાશાયી થયો હતો.સદનસીબે મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી હતી. પણ સ્થાનિકોએ તંત્રની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ કર્યો હતો.

હળવદમાં આજે વરસાદના કારણે રાવલફળી વિસ્તારમાં મકાનનો રવેશ પડતા મોટી જાનહાની ટળી હતી. જરમાં વરસાદના કારણે બંધ મકાનનો‌ આગળનો રવેશ ધરાશાયી થયો હતો. જો કે આ ગીચ વિસ્તારમાં આવેલ ભાલચંદ્ર ભાઈ શુકલના મકાનનો આગળનો રવેશ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. પણ 20 થી વધુ વખત નગરપાલિકા ને રજુઆત કરવા છતાં કોઈ એક્શન લેવામાં આવ્યા નથી એવો સ્થાનિક રહીશોનો આક્ષેપ કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!