પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શોભેસ્વર રોડ પર આવેલ વિકાસ વિધાલયમાં રહેતી બાળકીની માનસિક સ્થિતિ સારી ન હોય તે વિકાસ વિધાલય ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં હોય દરમ્યાન તે ગત.તા.૨૩ ના સવારના સુમારે સંસ્થામાંથી જતી રહેતા તેણીનું કોઈ અજાણ્યા માણસએ કોઈ કારણોસર અપહરણ કરી લઇ જતા હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં વિકાસ વિધાલયના સુપ્રીટેન્ડ નિરાલીબેન જાવિયાએ નોંધાવી હતી. તો જાણવા મળી રહ્યું છે કે આ બાળકી નવલખી રોડ પરથી મળી આવી હતી. પોલીસ દ્વારા બાળકીને પરત વિકાસ વિધાલયમાં સોપી દેવામાં આવી છે અને વધુ તપાસ ચલાવી છે.