બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે
મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૨૧-૦૪-૨૦૨૩ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.
આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.