Thursday, April 25, 2024
HomeGujaratમાળીયાના મોટીબરાર ગામના સમાજ સેવકને પ્રમુખે આપી કાપી નાખવા ધમકી

માળીયાના મોટીબરાર ગામના સમાજ સેવકને પ્રમુખે આપી કાપી નાખવા ધમકી

માળીયા મિયાણા તાલુકાના મોટીબરાર ગામના સામાજિક કાર્યકર્તાને સમાજના પ્રમુખના નામે ટપાલ આવતા સામાજિક કાર્યકરે આ બાબતે ખરાઈ કરવા ટપાલ પરના નંબર પર કોલ કર્યો હતો આ દરમિયાન સમાજ પ્રમુખે ગાળો આપી કાપી નાખવા ધમકી આપવામાં આવતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે માળીયા મીંયાણાં પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોટી બરાર ગામે રહેતા સમાજીક કાર્યકર ભુરાલાલ ખીમજીભાઇ મુછડીયાના નામના ૬૧ વર્ષીય આધેડ પોતાના ઘરે હતા આ દરમિયાન સમાજ પ્રમુખના ના નામે ટપાલ આવી હતી. જે ટપાલની ખરાઈ કરવા સામાજિક કાર્યકરે રામજીભાઇ એમ. ધાવડા(મોરબી માળીયા તાલુકા વણકર સમાજના પ્રમુખ) ને ફોન કર્યો હતો આ દરમિયાન આરોપી પ્રમુખે આધેડ સાથે ફોનમા બોલાચાલી કરી ગાળો કાઢી કાપી નાખવાની ધમકી આપી હતી જેને લઈને આરોપી રામજીભાઇ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!