મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર, ગોકુલનગર રોડના નિર્માણ કાર્યમાં અડચણરૂપ ગેરકાયદેસર દબાણો પર આજે બીજા દિવસે પણ પાલિકા તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. અને આગામી દિવસોમાં પણ રોડના કામમાં અડચણરૂપ ગેરકાયદેસર હટાવવાની કામગીરી અવિરત રહેશે તેમ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા જણાવ્યુ હતું.