મોરબી નગરપાલિકા માં આવેલ વોર્ડ નંબર ૫ માં પ્રવેશતા પહેલા દાણાપીઠ પાસે આવેલ રસ્તા નુ કામ તારીખ ૨૫-૦૯-૨૦૨૦ ના રોજ ચાલુ કરવામાં આવેલ જેને તમામ નાગરિકો દ્વારા બિરદાવવામાં આવેલ છે પણ ત્યારબાદ જે રીતે ગોકળગતીએ એનું કામ ચાલુ છે
એના કારણે વોર્ડ નંબર ૫ માં વિસ્તાર જેવા કે લક્ષ્મીનારાયણ શેરી,બક્ષી શેરી,સુથાર શેરી,પારેખ શેરી, બુઢ્ઢા બાવા શેરી, ભવાની ચોક,વિશ્વકર્મા મંદિર શેરી, ઘંટીયાપા, આ તમામ વિસ્તાર માં રહેતા લોકોને રોજ અસહ્ય મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ સી.સી. રોડ અંદાજિત ૧૪મી. X ૯૦ મી. નો છે જેને પૂર્ણ કરતા અંદાજિત ૮-૧૦ દિવસ નો જ સમય લાગે પણ આ કાર્ય લગભગ ૧૫-૧૬ દિવસ થી ગોકળ ગતિએ ચાલુ છે જેના કારણે વિસ્તાર માં રહેતા લોકો મુશ્કેલી થી ત્રાહિમામ થય ગયેલ છે જેથી વોર્ડ નંબર ૫ ના લોકોની મુશ્કેલી દૂર કરીને ગોકળ ગતિએ ચાલતા કાર્ય ને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા આજરોજ રજૂઆત ચીફ ઓફિસર ને રજૂઆત કરાઇ