Monday, April 29, 2024
HomeGujaratમિતાણા ગામના આરોપી વિરૂદ્ધ ટંકારા કોર્ટ સુઓમોટો લઈ તહોમતનામું ફરમાવ્યુ

મિતાણા ગામના આરોપી વિરૂદ્ધ ટંકારા કોર્ટ સુઓમોટો લઈ તહોમતનામું ફરમાવ્યુ

આઈપીસી કલમ અને જીપીસી કલમ નો ઉમેરો

- Advertisement -
- Advertisement -

ફરીયાદી કૈલાશ શવજીભાઈ ભાગીયાએ આરોપી જયદીપ બાબુભાઈ બસીયા પાસેથી રકમ રૂ।. ૧,૫૦,૦૦૦/- લીધેલ હોય જે પૈસા પાછા આપી દીધેલ હોવા છતા આરોપી જયદીપે ફરીયાદીને તેમની મરજી વિરૂધ્ધ તેનાજ મોટર સાયકલમાં બેસાડી ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં લઈ જઈ આરોપીએ ફરીયાદીને છરી બતાવી, ગેરવસુલી કરી, ધમકીઓ આપી, ફરીયાદીના મોબાઈલ ફોનની લુંટ કરી, બાવળના ધોકાથી ફરીયાદીને બંને હાથમાં તથા પગમાં તથા શરીરે મુંઢ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી, મહે. જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ મોરબીના હથીયારનામાનો ભંગ કરી ઈ.પી.કો. કલમ ૩૨૩, ૩૪૧, ૩૮૬, ૩૯૨, ૫૦૬(૨), તથા શ્રી.પી. એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો આરોપીએ ટંકારા અદાલતની હુકુમતમાં કરેલ હોય જેથી આરોપી જયદીપ બાબુભાઈ બસીયા વિરુધ્ધ ઉપરોકત કલમો હેઠળ કાર્યવાહી ચલાવવાનો આદેશ ટંકારાના મહે. જયુડી. મેજી. (6.ક) સાહેબે ફરમાવેલ છે.

કેસની હકીકત જોઈએ તો ફરીયાદી કૈલાશ સવજીભાઈ ભાગીયાએ પોતાના જ ગામના જયદીપ બાબુભાઈ બસીયા પાસેથી દોઢ લાખ રૂપીયા લીધેલ હતા ત્યારબાદ કટકે કટકે કરીને આરોપી જયદીપને રૂપીયા પાછા આપી દીધેલ હતા તેમ છતા વધુ પૈસા પડાવવાની લાલચે આરોપી જયદીપ ફરીયાદી પાસે પૈસાની ઉઘરાણી કરતો હોય અને ધાક-ધમકીઓ આપતો હોય જેથી ફરીયાદીએ આ માથાભારે જયદીપથી ડરીને વધું રૂપીયા પણ આપેલ છતા આરોપી જયદીપે ફરીયાદીને હેરાન-પરેશાન કરવાનું ચાલુ રાખતા ફરીયાદીએ આરોપી જયદીપથી કંટાળીને રાજકોટની મધાપર ચોકડી પાસે માર્ચ ૨૦૨ ૧મા ઝેરી દવા પણ પીધી હતી. ત્યારબાદ તા. ૦૬:૦૪:૨૦૨૧ ના રોજ સવારના દસ વાગ્યે ફરીયાદી ઉપરોકત વિગતે આરોપીના ત્રાસ બાબતે કરીયાદ નોંધાવા માટે ટંકારા પોલીસ સ્ટેશને જવા પોતાના ઘરેથી નીકળેલ ત્યારે રસ્તામાં વચ્ચે હરીપર ગામ પાસે આરોપી જયદીપે કરીયાદીને ઉભો રાખી છરી બતાવી કરીયાદી ના જ મોટરસાયકલ પાછળ બેસી ગયેલ અને પોતાના કહેવા પ્રમાણે બાઈક ચલાવવાનું ફરીયાદીને કહી સાવડી ગામની સીમમાં લઈ ગયેલ અને ત્યા છરી બતાવી રૂપીયાની ઉઘરાણી કરેલ જેથી ફરીયાદીએ બધા રૂપીયા આપી દીધેલ છે તેવું આરોપી જયદીપને કહેતા આરોપી ઉશ્કેરાઈ ત્યાં પડેલ બાવળના ધોકાથી ફરીયાદીને હાથે-પગે તથા શરીરે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરીયાદીના મોબાઈલની લુંટ કરેલ, જે સંબંધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૬(૨), તથા જી.પી.એકટ કલમ ૧૩૫ અન્વયે ગુન્હો નોંધાયેલ ત્યારબાદ કોર્ટમાં ચાજગીટ ફાઈલ થતા ફરીયાદી કૈલાશભાઈને માલુમ પડેલ કે એફ.આઈ.આર.માં કોઈ અગમ્ય કારણોસર હળવી કલમો લગાડેલ છે અને જેથી મૂળ ફરીયાદી કૈલાશભાઈ ભાગીયા ધ્વારા પુરાવા સાથે વિશેષ તપાસની અરજી કરેલ જે વિશેષ તપાસની અરજી સાથેના પુરાવાઓ તથા ચાર્જશીટ માહેના પુરાવાઓ તથા ફરીયાદ માહેની હકીકતો અને મૂળ ફરીયાદીના વકીલશ્રીએ કરેલ દલીલને ધ્યાને લઈને નામદાર અદાલત દ્વારા સુઓમોટો પાવરના આધારે ઈ.પી.કો. કલમ ૩૪૧, ૩૮૬, અને ૩૯૨ નો ઉમેરો કરી તહોમતદાર જયદીપ બાબુભાઈ બસીવા વિરૂધ્ધ ઈ.પી.કો, કલમ ૩૨૩, ૩૪૧, ૩૮૬, ૩૯૨, ૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ તહોમતનામું કરમાવી આરોપી સામે ઈન્સાફી કાર્યવાહી ચલાવવાનો આદેશ ટંકારાના મહે.જયુડી. મેજી.સાહેબે આપેલ છે.

ઉપરોક્ત કામમાં મૂળ ફરીવાદી કૈલાશભાઈ સવજીભાઈ ભાગીયા વતી રાજકોટના એડવોકેટ પાર્થ એમ. સંઘાણી તથા એડવોકેટ મંથન પી. વીરડીયા રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!