મોરબી, શિક્ષકો માટે સરકાર દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટી સી.સી.ટી.વી.કેમેરા વચ્ચે રાજ્ય પરીક્ષા બોર્ડ મારફત રાજ્યના તમામ શિક્ષકોની પરીક્ષા લેવાનું તા. 24/08 ના રોજ નક્કી થયું હોય,શિક્ષકો ખુબજ ઉંચી ટકાવારી સાથે પાસ થઈને ટેટ,ટાટ અને એચ.ટાટ પરીક્ષા પાસ થઈને નોકરીમાં જોડાયા છે વર્ષોથી શિક્ષણકાર્ય કરી રહ્યા છે જી.સી.ઈ.આર.ટી. અને સમગ્ર શિક્ષા અભિયાન મારફત અનેક પ્રકારની વિષય સજ્જતા તાલીમ દરમિયાન,વહીવટી તાલીમ દરમિયાન કસોટી લેવામાં આવે છે, છતાં શિક્ષકોની કસોટી લઈને શિક્ષકોનું સ્વમાન ભંગ થઈ રહ્યું છે એ બાબતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસઘના મહાસચિવ મોહન પુરોહિતની અધ્યક્ષતામાં ઘનશ્યામભાઈ પટેલ અને ભીખાભાઈ પટેલ અધ્યક્ષ અને રતુભાઈ ગોળ,મહામંત્રીની હાજરીમાં ગુજરાત રાજ્યના 33 જિલ્લા અને કોર્પોરેશનના અધ્યક્ષ મંત્રી અને સંગઠન મંત્રી તેમજ અન્ય કાર્યકર્તાઓની ઓનલાઈન બેઠકમાં એક સુરે શિક્ષકોની સજ્જતા સર્વેક્ષણ કસોટી રદ અને બહિષ્કાર કરવાના અભિપ્રાયો વ્યક્ત કરવામાં આવ્યા અને ગૂગલ ફોર્મ દ્વારા કરેલ સર્વેમાં પણ 95 % શિક્ષકોએ પણ પરીક્ષા નહિ આપવાનો મત આપેલ છે આ બધી બાબતોથી વ્યક્ત કરતા ભીખાભાઈ પટેલે જણાવ્યું કે આ બાબતે જણાવ્યું કે આ બાબતે શક્ય એટલા તમામ પ્રયત્ન કરવામાં આવશે એ માટે આગામી સમયમાં સી.આર.પાટીલ અધ્યક્ષ ગુજરાત રાજ્ય ભાજપ તેમજ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાતો માંગી છે હાલ સરકારના પાંચ વર્ષ થયાની ઉજવણીમાં હોય બે ત્રણ દિવસમાં મુલાકાત આપશે અને શિક્ષકોની લાગણી અને માંગણી પહોચાડવામાં આવશે. ઘનશ્યામભાઈ પટેલ અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માધ્યમિક સંવર્ગ દ્વારા શિક્ષકોના પ્રશ્નો માટે જે કરવું પડશે એ કરશે અને શિક્ષકોના પ્રશ્નો હલ કરશે જ સંગઠન હંમેશા શિક્ષકોના હિતમાં કામ કરતું રહેશે રાષ્ટ્રીય અધ્યક્ષ મોહન પુરોહિતે પણ સૌ કાર્યકર્તાઓનો અને રાજ્યના શીર્ષ નેતૃત્વની કામગીરીને બિરદાવી હતી અને શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબતે સરકાર સમક્ષ ભારપૂર્વક રજુઆત કરવામાં આવશે.
આ ઓનલાઈન બેઠકમાં દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ, કિરણભાઈ કાચરોલા મંત્રી અને હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી એ હાજર રહી મોરબી જિલ્લાના પ્રશ્નો તેમજ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ રદ કરવા માટે રજુઆત કરેલ છે જો સર્વેક્ષણ જ હોય તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શા માટે? સર્વેક્ષણ પ્રશ્નાવલી શાળા કક્ષાએ પહોંચાડી અથવા દિક્ષા પોર્ટલના માધ્યમથી પણ કરી શકાય,સર્વેક્ષણ કસોટી મરજીયાત હોય તો સર્વેક્ષણમાં ગેરહાજર હોય તો એમને ફરીથી પરીક્ષા શા માટે લેવાની?બદલી થયેલ શિક્ષકોને 50% મહેકમના આધારે છુટા કરવા અંગે ભારપૂર્વક રજૂઆતો કરેલ છે એ બાબતે રતુભાઈ ગોળ મહામંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક ગુજરાત રાજ્ય દ્વારા જણાવ્યું કે આ બાબતે ઠરાવ અને પરિપત્ર થઈ ગયા છે જે અંદાજે 15 મી ઓગષ્ટ બાદ જાહેર થશે સરદારસિંહ સિનિયર ઉપાધ્યક્ષ ગુજરાત રાજ્ય શૈક્ષિક મહાસંઘ આભાર દર્શન કર્યું હતું અને પલ્લવીબેન દ્વારા કલ્યાણ મંત્ર કરી બેઠક પૂર્ણ કરવામાં આવી.