મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ બી.પી.સોનારાની સુચના અને માર્ગદર્શન મુજબ મિલ્કત સંબંધી ગુન્હા શોધી કાઢવા અંગે સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઇકાલે રાત્રીના સમયે મોરબી મુનનગર મેઇન રોડ ઉપર નવજીવન વોટર સપ્લાય કારખાનાની ઓફીસનો લોક ખોલી ટેબલના ખાનામાથી રોકડ રૂ.૧૧,૨૦૦/- ની ચોરી થયેલ હોય જેથી બનાવ સ્થળના સી.સી.ટી.વી તેમજ ખાનગી બાતમીદારોથી માહીતી મેળવતા પો.કોન્સ ભાનુભાઇ બાલાસરા તેમજ આશીફભાઇ રાઉમાંને મળેલ સંયુકત બાતમી આધારે આરોપી સુનીલભાઇ ભરતભાઇ અગેચાણીયા (ઉ.વ.૨૨, રહે. મોરબી વીશીપરા કુલીનગર -૨) વાળાને અટક કરી ચોરીમાં ગયેલ મુદામાલના રોકડ રૂપીયા કબજે કરી ગુન્હો ડીટેકટ કરવામાં આવેલ છે.
આ સફળ કામગીરી એ ડિવિઝન પીઆઇ બી.પી.સોનારાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ વી.જી.જેઠવા, પો.હેડકોન્સ પ્રફુલભાઇ પરમાર, રામભાઇ મંઢ, કિશોરભાઇ મિયાત્રા, મનસુખભાઇ દેગામડીયા, પો.કોન્સ.ભાનુભાઇ બાલાસરા, ચકુભાઈ કરોતરા, સમરતસિંહ ઝાલા, ભાવેશભાઇ મિયાત્રા, સંજયભાઇ બાલાસરા, આશીફભાઇ રાઉમા તથા ભરતભાઇ હુંબલ સહિતનાઓએ કરેલ છે.