Wednesday, November 27, 2024
HomeGujaratહળવદના મેરૂપર ગામે વધુ બે ખેડૂતોની કેનાલ ઉપર લગાવેલ પાણીની મોટરની ચોરી

હળવદના મેરૂપર ગામે વધુ બે ખેડૂતોની કેનાલ ઉપર લગાવેલ પાણીની મોટરની ચોરી

હમવાદ તાલુકાના મેરૂપર ગામે કેનાલ ઉપર લગાવેલ પાણીની મોટરની ચોરી કરતી ગેંગ સક્રિય થઇ હોય તેમ ખેડૂતો દ્વારા સિંચાઈ માટે કેનાલ ઉપર લગાવેલી પાણીની પાંચ નંગ મોટરની એક જ રાતમાં કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરી લઇ જતા ગઈકાલે ત્રણ અને આજરોજ બે પાણીની મોટર ચોરીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામ્યો છે. હાલ પોલીસે ફરિયાદ દાખલ કરી પાણીની મોટર ચોરી કરતા અજાણ્યા ઈસમોને પકડી પાડવા વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર હળવદના મેરૂપર ગામમાં રહેતા અનીલભાઇ રમેશભાઇ સરાવાડીયા ઉવ.૩૮ એ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે ખેતરમાં સિંચાઇનું પાણી પૂરું પાડવા મેરૂપર ગામની સીમમાંથી પસાર થતી કેનાલ ઉપર અનિલભાઈ તથા અન્ય એક ખેડૂત દ્વારા પાણીની મોટર લગાવેલી હોય જેની ગત તા. ૩૦/૦૪ રાત્રીના ૮ વાગ્યાથી ૦૧/૦૫ સવારના ૭ વાગ્યા સુધીમાં કોઈ તસ્કરો દ્વારા ચોરી કરી લઇ ગયા હોય જે પાણીની મોટરોની આજુબાજુમાં તપાસ કરતા આજદિન સુધી મળી ન આવતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૯ હેઠળ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!