Thursday, December 26, 2024
HomeGujaratઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવાનને માર મારી જાનથી મારી નાંખવાની...

ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવાનને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી : ફરિયાદ નોંધાઈ

મોરબીના મકનસર ગામે આવેલા પ્રેમજીનગરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવાનને ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ પ્રેમજીનગરના હનુમાનજીના મંદીર પાસે રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગનો ધંધો કરતા ગુલાબભાઇ વેલજીભાઇ શેખવા (ઉ.વ-૨૭ )એ આરોપીઓ સંજય અરજણભાઇ પરમાર, જગદીશભાઇ અરજણભાઇ પરમાર, વિનોદભાઇ અરજણભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી કે ,ગત તા.૩ ના રોજ સાડા નવેક વાગ્યાના અરસામાં ફરીયાદી શેરીમાંથી ઘરે જતા હતા ત્યારે શેરીમાં આરોપીઓ ગાળો બોલતા હોય જેથી ફરીયાદીએ ગાળો કેમ બોલો છો? તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી આરોપીઓએ ફરીયાદીના વાંસામાં તથા માથામાં ધોકો મારી ઈજા કરી તેમજ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ મામલે યુવાને ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!