Sunday, May 19, 2024
HomeGujaratમોરબીમાં વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીમાં વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીમાં દિવસેને દિવસે દારૂબંધીનાં લીરેલિરા ઉડતા હોય તેવી રીતે અલગ અલગ જગ્યાએ દારૂ ઝડપાઈ રહ્યું છે. આ અંગે પોલીસ દ્વારા પણ કમર કાશી લેવામાં આવી છે. ત્યારે ગઈકાલે મોરબીના ઉમા ટાઉનશીપની બાજુમા અનંતનગરના ગેટ પાસેથી એક શખ્સ વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે ઝડપાયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, ઉમા ટાઉનશીપની બાજુમા અનંતનગરના ગેટ પાસે જાહેરમા એક શખ્સ દેશી બનવાનો વિદેશી દારૂ વેચી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી ઇંગ્લીશ દારૂની મેક ડોવેલ્સ નં.૧ કલેક્શન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન ચંદીગઢ ઓનલી લખેલ ૭૫૦ મીલીની ત્રણ બોટલ મળી આવી હતી. અને પોલીસે બોટલ સાથે દીવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો અને આરોપી પાસેથી રૂ.૧૧૨૫/- નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ પ્રોહિ.કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી) મુજબ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!