Saturday, May 18, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં દારૂ અંગેના અલગ અલગ ત્રણ દરોડામાં ત્રણ ઝડપાયા

મોરબી જિલ્લામાં દારૂ અંગેના અલગ અલગ ત્રણ દરોડામાં ત્રણ ઝડપાયા

મોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકના સ્ટાફ દ્વારા દરોડા ત્રણ દરોડામાં દારૂ સાથે ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી ના સમાકાંઠે આવેલ એલ.ઇ.કોલેજના ગ્રાઉન્ડમાંથી હ્યુન્ડાઇ એસેન્ટ કાર નં. જીજે-૦૩-બીએ-૯૧૯૨ વાળાની તલાશી લેતા ગાડીમથી રોયલ ચેલેન્જ ૭૫૦ મિલીની ૫૪ બોટલ કી. રૂ.૨૮,૦૮૦ અને હ્યુનદાઈ એસેન્ટ કી. રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ ૧,૨૮,૦૮૦ ના મુદામાલ સાથે આરોપી દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૨ ધંધો:ઈંપોર્ટ એક્સપોર્ટ રહે.અનંતનગર મોરબી-૨) વાળાને ઝડપી લઈ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાં રેડ કરી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ મિલી મક ૧૫૩ બોટલ કી. રૂ.૬૫,૦૮૦ સાથે આરોપી દેવાયતભાઈ ઉર્ફે ભાનુભાઈ મુળુંભાઇ ખાંભરા (ઉ.વ ૪૯ રહે.જુના નાગડાવસ તા.મોરબી) વાળાને ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી .

જ્યારે દારૂ અંગેના ત્રીજા દરોડામાં મોરબી તાલુકાના નાગડાવાસ ગામે આરોપી ગાગુભાઈ સુખાભાઈ બરારિયા (રહે.નાગડાવાસ) ના કબ્જા ભોગવટા ના વાડામાં દરોડો પાડીને અલગ અલગ બ્રાન્ડ ની ૭૫૦ મિલીની ૫૨ બોટલ અને ૧૮૦ મિલીની ૧૬ બોટલ મળી કુલ ૬૮ બોટલ કી. રૂ.૩૫,૪૫૦ સાથે આરોપી ગગુભાઈ સુખાભાઈ બાબરિયા ને ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!