મોરબીમાં સતત સેવાકીય કાર્ય કરીને હર હંમેશ લોકો વચ્ચે રહેનારા ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા કોલ એસોસિયેશન અને જય અંબે સેવા ગ્રુપના પ્રમુખ છે. જય અંબે સેવા ગ્રુપ દ્વારા કોરોના કાળ દરમિયાન દરરોજ એક હજાર થી વધુ લોકોને ભોજન આપવામાં આવ્યું હતું.ઉપરાંત નર્મદા યાત્રા હોઈ કે પરપ્રાંતીય શ્રમિકો માટેની ટ્રેન જીગ્નેશભાઈ કૈલા દ્વારા આ તમામ લોકોની સેવા કરવામાં ખડેપગે રહ્યા છે. ત્યારે આજ આવા સેવાભાવી અને ખૂબ સરળ સ્વભાવના જીગ્નેશભાઈ કૈલા નો જન્મદિવસ છે ત્યારે તેમનું મોટું મિત્ર વર્તુળ તેમજ તેમના સ્નેહીજનો ઠેર ઠેર થી તેમને સુભકમનાઓ પાઠવી રહ્યા છે અને હર હંમેશ લોકોની સેવા માં તત્પર રહે અને સફળતાના શિખરો સર કરે તેવી પરમ કૃપાળુ ઈશ્ર્વર ને પ્રાથના કરી રહ્યા છે.ત્યારે મોરબી મિરર ટીમ દ્વારા પણ જિગ્નેશભાઈ કૈલાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામા આવે છે.