Wednesday, December 25, 2024
HomeNewsBirthdayમોરબી TV9 ના રીપોર્ટર રાજેશ અંબાલિયા અને તેમના પુત્ર શિવમનો આજે જન્મદિવસ

મોરબી TV9 ના રીપોર્ટર રાજેશ અંબાલિયા અને તેમના પુત્ર શિવમનો આજે જન્મદિવસ

મોરબી : રાજેશ અંબાલિયા એ પત્રકાર જગતમાં આજે એક જાણીતું નામ છે. તેમણે 2004 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી માસ્ટર ઓફ જર્નાલીઝમ એન્ડ માસ કમ્યુનિકેશન પૂર્ણ કર્યું હતું. રાજેશભાઇ એ ઇન્ટરનશીપ રાજકોટ આકાશવાણી (રેડીઓ) માં લીધી અને ત્યાર બાદ તેઓએ ભુજ ખાતે પત્રકારત્વની શરૂઆત કરી હતી. થોડા સમય બાદ તેઓ એ મોરબી ખાતે પરત આવી અલગ અલગ મેગેજીન અને દૈનિક વર્તમાન પત્રોમાં કામ કર્યું. 2007 માં તેઓ અમદાવાદ ખાતે હિન્દી નેશનલ ચેનલ IBN 7 માં જોડાયા. ટીવી મીડિયામાં જોડાતાની સાથે જ 2007 માં આવેલ વિધાનસભા ઇલેક્શન સમયે બોગસ ઇલેક્શન કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને કૌભાંડ અટકાવ્યું હતું ત્યાર બાદ તેમણે અમદાવાદ માં પાંચ વર્ષ સુધી વિધાનસભા, લોકસભા ઇલેક્શન, અમદાવાદમાં થયેલ શ્રેણીબંધ બૉમ્બ બ્લાસ્ટ તેમજ આશારામ આશ્રમ માં અપ મૃત્યુ પામેલ અભિષેક, દીપેશ ના કેસમાં રિપોર્ટિંગ કરી સારી નામના મેળવેલ.

- Advertisement -
- Advertisement -

રાજેશભાઇ એ રાજકોટ ખાતે પણ રાષ્ટ્રિય ન્યુઝ ચેનલના પ્રતિનિધિ તરીકે કામ કર્યા બાદ હાલમાં તેઓ મોરબી જીલ્લામાં ટીવી9 ના પ્રતિનિધિ તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે. સાથે સાથે દેશની નંબર વન હિન્દી નેશનલ ચેનલ AAJTAK તેમજ BBC ગુજરાતી ચેનલમાં પણ પોતાની સેવા આપી રહ્યા છે. આજે તેમના પુત્ર શિવમનો પણ સાતમો બર્થડે હોવાથી પુત્ર શિવમ ને જીવનમાં ખૂબ આગળ વધવાના આશીર્વાદ આપી રહ્યા છે. રાજેશભાઇ મળતાવળા સ્વભાવના હોવાના કારણે બોહળો મિત્ર વર્તુળ ધરાવે છે. આજે તેમના જન્મ દિવસ નિમિત્તે મિત્રવર્તુળ, સગાસંબંધીઓ અને પરિચિતો દ્વારા તેમના મોબાઈલ નંબર 9925259165 પર શુભેચ્છાઓ નો ધોધ વરસાવી રહ્યા છે ત્યારે મોરબી મિરર ટીમ દ્વારા પણ રાજેશભાઇ અને તેમના પુત્ર શિવમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!