હળવદ તાલુકાના રાયસંગપર રોડ પર ટ્રેકટર પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક મહિલા સહિત બે ના કરુણ મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે ત્યારે બે વ્યક્તિ ને ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
હળવદ પંથકમાં રોડ અકસ્માતનો સીલસીલો આજે પણ યથાવત રહેવા પામ્યો હતો જેમાં ધ્રાંગધ્રા એપીએમસી માં મજૂરી કામ કર્યા શ્રમિકો મયુરનગરથી ધાંગધ્રા જતા હતા તે દરમિયાન રાયસંગપર રોડ પર ટ્રેકટરની બ્રેક ફેઈલ થઈ જતા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. આ ગોઝારી ઘટનામાં ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ લલીતાબેન અને અનિતાબેન નામના શ્રમિક મહિલા અને કિશોરી કાળનો કોળિયો બની ગયા હતા તથા અન્ય બે શ્રમિકો પ્રકાશભાઇ અને વિરસિંગ ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હળવદ સિવિલ હોસ્પિટલ એ ખસેડવામાં આવ્યા હતા .
આ અંગે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસે દોડી જઇ બન્નેના મૃતદેહનો કબજો સાંભળી પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલે ખસેડવા તજવીજ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.