માળીયાના અર્જુનનગર નજીકથી માળીયા મામલતદારે બાયોડિઝલના બે ડ્રમ ભરેલ ટ્રકને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત અનુસાર આજે માળિયાના અર્જુનનગર નજીક મામલતદાર ડી.સી.પરમાર, નાયબ મામલતદાર પારસ ત્રિવેદી અને મહેશભાઈ વ્યાસ સહિતના સ્ટાફે ટ્રકમાં બાયોડીઝલ ભરેલા ડ્રમ સાથે નીકળેલા બે ટ્રક ચાલકોને અટકાવી તપાસ કરતા ટ્રકમાંથી બાયોડિઝલના ડ્રમનો જથ્થો ઝડપાયો હતો. આ દરમિયાન એક ટ્રક ચાલક નાશી છૂટ્યો હતો. જેને પગલે રૂપિયા 30.25 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.