Sunday, May 5, 2024
HomeGujaratમોરબીમાંથી વધુ બે બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીમાંથી વધુ બે બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીના શનાળા રોડ પરથી વધુ બે બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેને લઈને પોલીસે અજાણ્યાં આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના ફુલછાબ કોલોની બિલાલી મસ્જીદવાળી શેરીમાં રહતા કિશોરભાઇ પ્રભુભાઇ ધામેચા નામના ૪૪ વર્ષીય યુવાને પોતાનું મોટર સાયકલ સ્પ્લેન્ડર પ્લસ જેના નં GJ3-FC-2909 ને મોરબીના માર્કેટીંગ યાર્ડ નજીક પાર્ક કર્યું હતું. 25 હજારની કિંમતની આ બાઇકને કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી હંકાલી ગયો હતો આ ઉપરાંત સાહેદ અમરીશભાઇ સંજયભાઇ કંસારા ના પણ સ્લેન્ડર પ્લસ મો.સા.નં.GJ-3DF-7003 કિ.રૂ.૨૫૦૦૦ની કોઇ અજાણ્યા શખ્સ ચોરી કરી લઈ ગયો હતો આ અંગે સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં કિશોરભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!