હળવદ ધ્રાગધ્રા હાઇવે રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં પુરપાટ ઝડપે જતી કારે બાઈકને હડફેટે લેતા બાઈક સવાર પતિ-પત્નીને ઈજાઓ પહોંચવા પામી છે. જેને લઈ તેઓને હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, હળવદના મંગળપુર ખાતે રહેતા સંજયભાઇ કાળુભાઇ આલ નામના શખ્સ પોતાની પત્ની સાથે હળવદ ધ્રાગધ્રા હાઇવે રોડ પર કવાડીયા ગામના પાટીયા નજીક રેલ્વે ફાટક સામે હાઇવે રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી GJ-01-KV-333 નંબરની કારનાં ચાલકે પોતાની કાર પુર ઝડપે અને બેફીકરાઇપૂર્વક ચલાવી ફરિયાદીના બાઈક સાથે ભટકાડતા ફરિયાદીને ડાબા પગે સામાન્ય મુઢ ઇજા તથા તેની પત્નીને જમણા પગે ઢીચણ પાસે હાડકુ ભાગી તથા માથાના ભાગે ત્રણ ટાકા આવ્યા હતા. જે સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.