વાંકાનેર સીટી પોલીસે પૂર્વ બાતમીને આધારે ગોકુલનગર સદગુરુ આશ્રમ વાળી શેરીમાં દરોડો પાડ્યો હતો, જ્યાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા રવિભાઇ ઉર્ફે કાનો વિજયભાઇ કારીયા ઉવ-૩૧ રહે-ગોકુલનગર સદગુરુ આશ્રમવાળી શેરી વાંકાનેર તથા જગદીશભાઇ દીલીપભાઇ બાવળીયા ઉવ-૨૬ રહે-જીનપરા રામામંદિર પાસે વાંકાનેર વાળાને રોકડા રૂ.૧૦૬૦/- સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે વાંકાનેર સીટી પોલીસે બન્ને આરોપીઓ સામે જુગરધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






