Tuesday, April 30, 2024
HomeGujaratવાંકાનેરમાં બે ઈસમો જાહેરમાં જુગાર રમતા ઝડપાયા

વાંકાનેરમાં બે ઈસમો જાહેરમાં જુગાર રમતા ઝડપાયા

આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અન્વયે આદર્શ આચાર સંહિતા અમલમાં હોય અને આગામી લોકસભાની ચુંટણીની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાય તેમજ આગામી ચુંટણીની સંવેદનશીલતાને લક્ષ્યમાં રાખી ચુંટણીને પ્રભાવિત કરી શકે તેવા ઈસમો ઉપર વોચ રાખી, રેઇડો કરવા અને પ્રોહીબીશન-જુગારની ગેર-કાયદેસર પ્રવૃતી સંદતર નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા વાંકાનેર સીટી પોલીસની ટીમ પ્રયત્નશીલ હોય દરમિયાન તેઓને મળેલ બાતમીનાં આધારે વાંકાનેર ભાટીયા સો.સા ત્રિલોકધામ શેરી નં.૩ પાસે ચોકમાથી બે ઈસમોને જુગાર રમતા પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય દરમિયાન તેઓને ખાનગીરાહે હકીકત મળેલ કે, વાંકાનેર ભાટીયા સો.સા ત્રિલોકધામ શેરી નં.૩ પાસે ચોકમા જાહેરમા સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક ઈસમો ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસા વતી હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે સ્થળ પર રેઇડ કરી પોલીસે ઇમ્તીયાઝશા દિલાવરશા શાહમદાર તથા જાવિદભાઇ સલીમભાઇ બુખારી નામના બે ઈસમોને પકડી પાડી પકડાયેલ ઈસમો પાસેથી રોકડા રૂપીયા ૧૦,૧૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પડી મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમા ઈસમો વિરુધ્ધ જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!