મોરબી શહેરના ગાંધીચોક ખાતે સિવિલ હોસ્પિટલની દિવાલ પાસે જાહેરમાં ચલણી નોટોના નંબરના આધારે નશીબ આધારિત રૂપિયાની હારજીતનો જુગાર રમતા રવિ સવજીભાઈ ખાખરીયા ઉવ.૩૨ રહે.રણછોડનગર પાણીના ટાંકા પાસે મોરબી તથા અમીન હાસમભાઈ ખુરેશી ઉવ.૩૮ રહે. રબારીવાસ જેલચોક પાસે મોરબી વાળાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૫,૦૩૦/- કબજે કરી બન્ને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.






