હળવદના સરા રોડ ઉપર આવેલા રાધાકૃષ્ણ મોલના ગેટ પાસે પાર્ક કરાયેલ હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ સુંદરગઢ (સૂર્યનગર) ગામના કાંતીભાઈ છગનભાઈ પરમાર ઉવ.૫૪એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ગત તા.૧૪/૦૭ના રોજ તેમના નામે રજીસ્ટર સિલ્વર કલરનું હીરો સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૩૬-એ-૯૯૬૪ તેમના પુત્ર રવિભાઈ ઉપરોક્ત રાધાકૃષ્ણ મોલમાં ખરીદી કરવા ગયા ત્યારે ચાવી સાથે પાર્ક કર્યું હતું. જ્યાંથી અંદાજે ૧૫ મીનીટ બાદ પરત ફરતાં બાઈક જોવા મળ્યું ન હતું. જે બાદ પોતાની રીતે શોધખોળ કર્યા બાદ બાઈક મળી ન આવતાં પ્રથમ ઈ-એફઆઈઆર બાદ હળવદ પોલીસ મથકમાં રૂબરૂ મોટર સાયકલ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. હાલ હળવદ પોલીસે અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.






