Thursday, April 18, 2024
HomeGujaratમોરબી ચકચારી ફાયરીગ મારામારીમાં થયેલા ડબલ મર્ડરના બનાવમાં વધુ બે આરોપીઓની ધરપકડ...

મોરબી ચકચારી ફાયરીગ મારામારીમાં થયેલા ડબલ મર્ડરના બનાવમાં વધુ બે આરોપીઓની ધરપકડ : બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા

મોરબીમાં રવિવારે થયેલા ફાયરિંગ પ્રકરણમાં પોલીસે 10 આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા બાદ આજે વધુ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી જેમાં કોર્ટમાં રિમાન્ડ ની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે મોરબીના ખાટકીવાસમાં ફાયરિંગ અને ડબલ મર્ડર કેસમાં પોલીસે છેલ્લા બે દિવસ દરમિયાન બન્ને પક્ષના થઈને 10 આરોપીઓની અટકાયત કરી હતી. આ 10 આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસે વધુ 2 આરોપીઓ યાસીન રજાક બકાલી અને કાદિર સલીમ બનાણીને ઝડપી લીધા હતા. પોલીસે બંનેની આકરી પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બે દિવસ એટલે આગામી તા. 28 સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!