Sunday, January 19, 2025
HomeGujaratવાંકાનેરમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ ભરેલી કાર સાથે ચોટીલા પંથકના બે શખ્સો...

વાંકાનેરમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ ભરેલી કાર સાથે ચોટીલા પંથકના બે શખ્સો ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લામાંથી દેશી દારૂનો જંગી જથ્થો મોરબી પંથકમાં ઠલવાઇ તે પહેલાં વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે સતર્કતા દાખવી આરોપીઓને કાર સાથે વાંકાનેરની અમરનાથ સોસાયટીની સામેથી દબોચી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

ચોટીલા તાલુકના કુંભારા ગામના મયુરભાઈ બાબુભાઈ સારોલા અને સંજયભાઈ ધનજીભાઈ અધારા નામના બન્ને શખ્સો ટાવેરા ગાડી નંબર GJ-23-H-1811 કી.રૂ.૧,૦૦,૦૦૦માં દેશી દારૂનો જથ્થો ભરી નીકળતા પોલીસે
વાંકાનેરની અમરનાથ સોસાયટીની સામે નેશનલ હાઈવે રોડથી અટકાવી તલસી લીધી હતી. જે દરમિયાન કારમાંથી 10 બાચકા દારૂ ૫૦૦ લીટર કી.રૂ. ૧૦૦૦૦ નો જથ્થો ઝડપાયો હતો આથી પોલીસે કાર સહિત કુલ ૧,૧૦,૦૦૦/- ના મુદામાલ સાથે બન્નેને પકડી પડ્યા હતા.પોલીસે આરોપીના કોરોના ટેસ્ટ કરી ધરપકડ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!