માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર પ્રોહીબીશનના ગુન્હામા સંડોવાયેલ બે ઈસમોને માળીયા મીંયાણા પોલીસ દ્વારા હદપાર કરવામાં આવ્યા છે. માણીયા મીયાણા પોલીસે મોરબી જિલ્લામા પ્રોહીબીશનના ધંધા કરી ગુન્હો આચરતા તેમજ દેશીદારૂમા અવાર નવાર પકડાય ગયેલ બે ઇસમોને મોરબી જિલ્લા ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, ભુજ, જામનગર જીલ્લાઓમાંથી છ મહીના માટે હદપાર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લાની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામા પ્રોહીબીશનના ધંધા કરી ગુન્હો આચરતા તેમજ દેશીદારૂમા અવાર નવાર પકડાયેલ અસામાજીક તત્વોની પ્રવુતી ડામવા સુચના આપતા માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર દેશીદારૂમા પકડાયેલ ઇસમ ઈસ્મતઅલી અબ્બાસભાઈ મોવર રહે. માળીયા મી. હરીપર ગોલાઈ પાસે, મોરબી અને અશોકભાઈ ઉર્ફે માઈકલ માવજીભાઈ રાઠોડ રહે. મોટા ભેલા ગામ તા.માળીયા મીયાણા મોરબી વિરુધ્ધ માળીયા મિયાણા પોલીસ સ્ટેશન દ્વારા હદપારી પ્રપોઝલ કરવામા આવી હતી. જે અન્વયે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ હળવદ દ્વારા એ હદપારીની પ્રપોઝલ મંજુર કરતા બન્ને ઈશમોને મોરબી જિલ્લા ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, ભુજ, જામનગર જીલ્લાઓમાંથી છ મહીના માટે હદપાર માણીયા મીયાણા પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે.