Friday, March 29, 2024
HomeGujaratમોરબીની માધાપર સોસાયટીમાં જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા

મોરબીની માધાપર સોસાયટીમાં જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા

મોરબી શહેરની માધાપર સોસાયટીમા ધમધમતા જુગારધામ પર પોલીસે રેઇડ પાડી જુગાર રમતા ચાર શકુનીશિષ્યોને ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

શહેરની માધાપર શેરી નં.૧૫મા જુગારની મહેફિલ જામી હોવાની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફને કાને વતા પડી હતી જેને પગલે દરોડો પડ્યો હતો આ દરમિયાન જુગાર રમતા લાધાભાઈ ગાંડુભાઈ રાઠોડ (ઉ.વ.૫૫ ધંધો ડ્રાઈવીંગ રહે સોમૈયા સોસાયટી મોરબી), હસમુખભાઈ સવજીભાઈ લાંઘlણોજા (ઉ.વ.૬૧ ધંધો વાણંદ કામ રહે માધાપર શેરી નં.૧૫ મોરબી), જગદીશભાઈ ટપુભાઈ લાંઘણોજા (ઉ.વ.૫૫ ધંધો મજુરી રહે વાટીકા સોસાયટી નાની વાવડી ગામ),
દિપકભાઈ ચમનલાલ લાંઘણોજા (ઉ.વ.૪૭ ધંધો વાણંદકામ રહે માધાપર શેરી નં.૧૫ મોરબી)ને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તમામના કબજામાંથી રોકડા રૂ.૫૦૦૦નો મુદામાલ કબ્જે કરીતમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!