Sunday, May 19, 2024
HomeGujaratમોરબી અને વાવડી ખાતેથી છરી સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી અને વાવડી ખાતેથી છરી સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી શહેર અને તાલુકા વિસ્તારમા પોલીસે બે અલગ અલગ સ્થળોએથી છરી સાથે નીકળેલ બે શખ્સોને ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરની નાની બજાર તરીકે ઓળખાતા વિસ્તારમાં મોલા શેરીમાં રહેતો સાદિક રજાકભાઇ પીપરવાડીયા (ઉ.વ.૪૨) નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં નીકળતા પોલીસે તેને અટકાવી તલાશી લીધી હતી આ દરમિયાન આરોપીના પેન્ટના નેફામાથી સ્ટેનલેસ સ્ટીલની છરી હથિયાર ઝડપી પોલીસે છરી કબ્જે કરી આરોપી સાદિક વિરુદ્ધ જી.પી.એકટ કલમ.,૧૩૫ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના નાની વાવડી ગામે આવેલ સિધ્ધીવિનાયક સોસાયટીમાં રહેતા નિલકંઠ ઉર્ફે કાનો ભરતભાઇ કાનેટીયા (ઉ.વ-૨૦)એ પોતાના રહેણાક મકાન પાસે જાહેરમા છરી રાખી નીકળતા પોલીસે દબોચી લીધો હતો. જેની વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે જી.પી એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોધી કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!