Tuesday, June 16, 2026
HomeGujaratમોરબીમાં બાઇક પર વિદેશી દારૂની હેરાફેરી કરતા બે બાળકિશોર ઝડપાયા, મુખ્ય આરોપીનું...

મોરબીમાં બાઇક પર વિદેશી દારૂની હેરાફેરી કરતા બે બાળકિશોર ઝડપાયા, મુખ્ય આરોપીનું નામ ખુલ્યું

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુના મહાજન ચોક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોટરસાયકલ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા બે બાળકિશોરોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી દારૂની બે બોટલ અને મોટરસાયકલ મળી રૂ.૫૦,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલ બંને બાળકિશોરની પૂછપરછમાં મુખ્ય સપ્લાયરનું નામ ખુલતા પોલીસે તેને ફરાર જાહેર કરી ગુનો નોંધ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે જુના મહાજન ચોક નજીક શંકાસ્પદ હાલતમાં પસાર થતા યામાહા એફઝેડ રજી.નં. જીજે-૩૬-એડી-૧૮૩૧ મોટરસાયકલને અટકાવી તપાસ કરતા પાછળ બેઠેલા બાળકિશોરના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીમાંથી ૮પીએમ વ્હિસ્કીની બે બોટલ કિ.રૂ.૬૦૦/-મળી આવી હતી. જેથી પોલીસે બંને બાળકિશોરોની પૂછપરછ કરતા આ વિદેશી દારૂ વેચાણ માટે કમલેશભાઈ જુંજુવાડિયા રહે.મોરબી -૨ ઇન્દિરાનગર વાળાએ આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે તે આરોપીને ફરાર જાહેર કર્યો હતો. હાલ પોલીસે વિદેશી દારૂ, મોટર સાયકલ સહિત કુલ રૂ.૫૦,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ પ્રોહિબિશન એક્ટ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી બંને બાળકિશોરો સામે જરૂરી કાર્યવાહી કર્યા બાદ તેમને તેમના વાલી-વારસને સોંપવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!