Tuesday, June 16, 2026
HomeGujaratપ્રેમ સંબંધમાં યુવક-યુવતી ભાગી જતા યુવકના પિતાનું અપહરણ, ઢોર માર મારી જાનથી...

પ્રેમ સંબંધમાં યુવક-યુવતી ભાગી જતા યુવકના પિતાનું અપહરણ, ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી

યુવતીના ભાઈ અને બનેવી સહિતના ૬ શખ્સો સામે ગુનો નોંધાયો, વાંકાનેરના ભેરડા ગામેથી અપહરણ કરી થાનગઢના ઉંડવીની સીમમાં લઈ જઈ માર માર્યો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના ભેરડા ગામે પ્રેમ સંબંધમાં યુવક અને યુવતી ભાગી જતાં યુવતીના પરિવારજનો દ્વારા યુવકના પિતાનું અપહરણ કરી મારપીટ અને ધમકી આપ્યાની ફરિયાદ અત્રેના વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. આ સાથે પોલીસે યુવતીના ભાઈ, બનેવી તથા ચાર અજાણ્યા શખ્સો સહિત ૬ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના ભેરડા ગામે રહેતા વિનોદભાઈ લવજીભાઈ ગોરીયા ઉવ.૪૨એ આરોપી સુખાભાઈ શેખાભાઈ સારદીયા રહે. ઉંડવી તા.થાનગઢ જી.સુ.નગર, સગરામભાઈ મગાભાઈ બાવળીયા રહે.ખંપાલીયા તા.મૂળી જી.સુ.નગર વાળા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પુત્ર ભુપત ઉર્ફે મુન્નાને ઉંડવી ગામે રહેતી કૈલાશબેન સાથે પ્રેમ સંબંધ હતો. બંને પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવા માટે યુવક અને યુવતી ઘરેથી નીકળી ગયા હતા. આ મામલે બંને પક્ષો વચ્ચે સમાધાન માટે ચર્ચાઓ થઈ હતી, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નહોતું. જેથી ગત તા. ૧૪ જૂને સાંજે ભેરડા ગામના બસ સ્ટેન્ડ પાસે ફરિયાદી વિનોદભાઈ ઉભા હતા ત્યારે સફેદ રંગની યુટિલિટી ગાડીમાં આવેલા યુવતીના ભાઈ આરોપી સુખાભાઈ ખેતાભાઈ સારદિયા, બનેવી સગરામભાઈ મગાભાઈ બાવળીયા તથા અન્ય ચાર શખ્સોએ તેમને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું.

આરોપીઓ તેમને ઉંડવી ગામની સીમમાં અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં યુવક અને યુવતી ક્યાં છે તે અંગે પૂછપરછ કરી ઢોર માર માર્યો હતો. ફરિયાદીએ પોતાને જાણ ન હોવાનું જણાવતા આરોપીઓએ કૈલાશબેનને હાજર નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ફરિયાદીની આજીજી બાદ તેમને થાનગઢ ખાતે મૂકી આરોપીઓ નાસી ગયા હતા. હાલ સમગ્ર બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૮૯(૨), ૧૯૦, ૧૪૦(૩), ૧૧૫(૨), ૧૨૭ અને ૩૫૧(૩) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!