Wednesday, November 27, 2024
HomeGujaratમોરબીમાં અપમૃત્યુના બે બનાવમાં બે મહિલાના મોત

મોરબીમાં અપમૃત્યુના બે બનાવમાં બે મહિલાના મોત

મોરબી શહેર તથા માળીયા(મી)ના જસાપર ગામે બે અપમૃત્યુના બનાવમાં બે મહિલાના મૃત્યુ નિપજ્યા હતા. જેમાં મોરબી શહેરના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય મહિલાને અચાનક શ્વાસની તકલીફ થતા હોસ્પિટલ લાવતા તેનું મોત નીપજ્યું હતું. જયારે માળીયા(મી) તાલુકાના જસાપર ગામે છત ઉપરથી અકસ્માતે નીચે પટકાયેલ ૫૫ વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રથમ અપમૃત્યુના બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના ગ્રીન ચોક નજીક આવેલ મોચી શેરીમાં રહેતા અનિલાબેન જગદીશભાઈ મુળજીભાઈ સરવૈયા ઉવ.૬૦ ગઈકાલ તા.૧૩/૦૫ ના રોજ પોતાના ઘરે હતા ત્યારે અચાનક તેમને શ્વાસની તકલીફ થતા સારવાર માટે ઓટો રિક્ષામાં બેસાડી પ્રથમ મોરબી ગોકુલ હોસ્પિટલ અને ત્યાંથી મોરબી આયુષ હોસ્પિટલ સારવારમા લાવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને અનિલાબેનને મરણ જાહેર કરતા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

જયારે અપમૃત્યુના બીજા બનાવની મળતી માહિતી અનુસાર માળીયા(મી)ના જસાપર ગામે રહેતા દિવાળીબેન ચંદુભાઇ બોરીચા ઉવ.૫૫ ના મકાનનુ ચણતર કામ ચાલતુ હોય ત્યારે ઉપરોક્ત થયેલ ચણતર કામમાં મકાનની મેડી ઉપર ચઢી પાણી છાંટતા હતા ત્યારે અકસ્માતે પગ લપસી જતા દિવાળીબેન નીચે જમીન ઉપર પડી જતા માથાના ભાગે શરીરે ઇજા થતા ૧૦૮ મા મોરબી સરકારી હોસ્પિટલ સારવારમાં લઇ જતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઇ તપાસી મરણ ગયેલ ની જાહેરાત કરતા માળીયા(મી) પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ જારી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!