મોરબી જિલ્લામાં ચૂંટણીના પડઘમ વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ ટંકારા તાલુકાની વિરવાવ ગ્રામ પંચાયત વાદ વિવાદ વગર સમરસ જાહેર થઈ છે.
વિરવાવ ગ્રામ પંચાયતના આગેવાનો, મોભીઓ અને યુવાનોએ એક સંપ થઈ સરપંચ તરીકે બટુકસિંહ જીવુભા જાડેજા અને સભ્યો પદે હરસાધાબા મહાવીરસિંહ, પાંચાભાઈ કારાભાઇ ગમારા, ભાવનાબેનહસમુખભાઈ ભાગિયા, હઠુભા રણજીતસિંહ જાડેજા(ઉપ.સરપંચ), વનરાજસિંહ મોહનસિંહ જાડેજા, ઇલાબા જયેન્દ્રસિંહ જાડેજા, મેનાકુમારી ચમનભાઈ ચાવડાનાં નામની જાહેરાત કરતા તમામે આ જાહેરાતને વધાવી સમરસ ગ્રામ પંચાયતની જાહેરાત કરી છે