Friday, March 29, 2024
HomeGujaratમોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર આજે મતદાન:ઉમેદવારોના ભાવીનું ઘડતર

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર આજે મતદાન:ઉમેદવારોના ભાવીનું ઘડતર

ગુજરાતની ૮૯ બેઠકો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવ જઈ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર પણ આજે મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે મતદાન શરૃ થયા પેહલા જ મતદારો ની લાઈનો લાગી હતી અને મતદાન કરવા અને પોતાના ધારાસભ્ય ને ચૂંટવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી જિલ્લાની ત્રણ બેઠકો મોરબી માળીયા,ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠક ના ધારાસભ્યની ચૂંટણી માટે આજે સવારે ૦૮:૦૦ વાગ્યાથી મતદાન શરૃ થશે જેમાં મોરબી માળીયા ભાજપ ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા અને રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા રવાપર રોડ પર આવેલ નિલકંઠ સ્કૂલ ખાતે થી મતદાન કરશે બ્રિજેશભાઈ મેરજા પોતાના વતન ચમનપર ગામેથી મતદાન કરશે તેમજ મોરબી માળીયા કોંગ્રેસ ના ઉમેદવાર જયંતીભાઈ પટેલ પણ બોયઝ હાઈસ્કૂલ ખાતે મતદાન કરશે અને ટંકારા બેઠક પર ભાજપનાં ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયા વતન લીલાપર ખાતે મતદાન કરશે અને કોંગ્રેસ ઉમેદવાર લલીત કગથરા તેમના વતન પડધરી તાલુકાના દેપાળિયા ગામથી મતદાન કરશે અને વાંકાનેર કુવાડવા બેઠક પર ભાજપના જીતુ સોમાણી દિગ્વિજય સ્કૂલ ખાતે અને કોંગ્રેસના મહમદ જાવેદ પીરઝાદા પીપળીયારાજ ખાતે સરકારી સ્ફુલ માં મતદાન કરશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!