Wednesday, June 29, 2022
HomeGujaratવાંકાનેર : હસનપર ગામે શક્તિપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે...

વાંકાનેર : હસનપર ગામે શક્તિપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

વાંકાનેર પોલીસે બાતમીના આધારે શહેરના શકિતપરા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે દોરડો પાડી રૂ.૧.૧૪ લાખની કિંમતના ઈંગ્લીશ દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે દારૂ-બીયર તથા કાર મળીને કુલ રૂ.૨.૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના હસનપર ગામે આવેલ શક્તિપરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા રવિભાઈ પ્રદીપભાઈ ભટ્ટના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીનાં આધારે વાંકાનેર પોલીસ સ્ટાફે દરોડો કર્યો હતો જેમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૨૬૧ બોટલ તથા બીયરના ૬ ટીન મળી આવ્યા હતા. પોલીસે રૂ. ૧.૧૪ લાખની કિંમતનો ઈંગ્લીશ દારૂ-બીયર તેમજ કાર મળીને કુલ રૂ.૨,૪૫,૮૬૫/- ની કિંમતનાં મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!