Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેર : નવાપરામાં પાણી ભરતી મહિલાને બોલેરો પીકઅપ વાહનનાં ચાલકે હડફેટે લેતા...

વાંકાનેર : નવાપરામાં પાણી ભરતી મહિલાને બોલેરો પીકઅપ વાહનનાં ચાલકે હડફેટે લેતા મહિલા ઈજાગ્રસ્ત, ફરિયાદ નોંધાઈ

બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર જોશનાબેન કિરણભાઈ મણદરિયા(ઉ.વ.૩૦, રહે. વાંકાનેર નવાપરા પુલનાં છેડે) એ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના ઘર પાસે પાણી ભરતા હોય ત્યારે બોલેરો પીકઅપ જીજે-૧૩-એડબલ્યુ-૪૮૦૯ ના ચાલક પ્રભાત રસીકભાઇ અઘારીયા (રહે. વાંકાનેર નવાપરા) પેતાનું બોલેરો પીકઅપ વાહન પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી મહિલાને પાછળથી ભટકાડતા ફરિયાદી જોશનાબેન મકાનની દીવાલ સાથે દબાઈ જતા તેમને કમર અને પેડુના ભાગે ઈજા પહોંચી હતી જયારે આરોપી અકસ્માત સર્જી પોતાનું વાહન મૂકી નાસી છુટ્યો હતો. અકસ્માતના આ બનાવની પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!