Thursday, August 6, 2026
HomeGujaratવાંકાનેર સિટી પોલીસ દ્વારા મોબાઈલ,બાઇક અને સાયબર ફ્રોડમાં ગયેલ રોકડ સહિતનો મુદામાલ...

વાંકાનેર સિટી પોલીસ દ્વારા મોબાઈલ,બાઇક અને સાયબર ફ્રોડમાં ગયેલ રોકડ સહિતનો મુદામાલ શોધી મૂળ માલિકને સોંપાયો

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન દ્વારા કેન્દ્ર સરકારના “તેરા તુઝકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત CEIR (Central Equipment Identity Register) પોર્ટલનો સફળ ઉપયોગ કરીને કુલ 20 ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઇલ ફોન તેમના અસલ માલિકોને પરત અપાવવામાં આવ્યા છે. આ સાથે સાયબર ફ્રોડમાં ગયેલી રોકડ રકમ પણ પરત અપાવવામાં સફળતા મળી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની ટીમે CEIR પોર્ટલ મારફતે ગુમ થયેલા મોબાઇલ ફોનના IMEI નંબરના આધારે ટેક્નિકલ સર્વેલન્સ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન વિવિધ સ્થળોએથી રૂ. ૩.૫૧ લાખની કિંમતના કુલ ૧૯ મોબાઇલ ફોન તેમજ રૂ.૩૦, ૦૦૦ ની કિંમતનું એક મોટરસાઇકલ તેમજ સાયબર ફ્રોડના ગુનામાં ગયેલી રૂ.૨.૫૯ લાખની રોકડ રકમ પણ અરજદારોને પરત અપાવવામાં આવી હતી.આમ, વાંકાનેર સિટી પોલીસે કુલ રૂ.૬.૪૦ લાખનો મુદામાલ અરજદારોને પરત સોંપ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!