પંચાસરથી મોરબી આવતી વખતે મામાદેવ મંદિર પાસે બાઈક સ્લીપ થતાં ૬૦ વર્ષીય ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મૃતક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના પંચાસર રોડ પર ગત ૬ ઓગસ્ટના રોજ મામાદેવ મંદિર નજીક પંચાસરથી મોરબી તરફ આવી રહેલા વાલજીભાઈ લવજીભાઈ રૂપાલા ઉવ.૬૦ રહે. શિવનગર(પંચાસર) વાળાનું મોટરસાયકલ રજી.નં. જીજે-૦૩-એજે-૭૭૯૮ અચાનક સ્લીપ થતાં તેઓ રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં તેમના માથા તેમજ હાથ-પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભત્રીજા જીતેન્દ્રભાઈ ધરમશીભાઈ રૂપાલાની ફરિયાદના આધારે પોલીસે મૃતક વિરુદ્ધ બીએનએસ તેમજ મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






