વાંકાનેરમાં પાલિકાની મહિલા સફાઈ કામદાર ઉપર એક શખ્સે સફાઈ બરોબર નથી કરતી તેમ કહી અપશબ્દો બોલી મહિલા સફાઈ કામદાર સાથે ઝપાઝપી કરી લાકડી વડે આડેધડ માર મારવાની ઘટના બનવા પામી છે. ત્યારે સમગ્ર ચકચારી ઘટનામાં મહિલા સફાઈ કામદાર દ્વારા આરોપી સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નગર સેવકની ફરજમાં રૂકાવટ તેમજ જીપી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેરના આંબેડકરનગર શેરી નં.૫ માં રહેતા તથા નગરપાલિકામાં હંગામી ધોરણે સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સારદાબેન ચેતનભાઇ બચુભાઇ ચૈાહાણ ઉવ.૫૦ ae વાંકાનેટ સીટી પોલીસ મથકમાં આરોપી સવજીભાઇ જેઠાભાઇ સારેસા રહે,વાકાનેર ડો.આંબેડકર નગર વિરુદ્ધ ફરિયાદ નોંધી જાહેર કર્યું કે ગઈકાલ તા. ૨૩/૦૫ ના રોજ સારદાબેન ચૌહાણ કે જેઓ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓ પોતાના નિત્યક્રમ અનુસાર વાંકાનેરમાં આવેલ મેહુલ ટેલિકોમવાળી શેરીમાં સફાઈ કામ કરી રહ્યા હોય ત્યારે આરોપી સવજીભાઈ સારેસા ત્યાં આવી કહેલ કે ‘તુ અહીયા બરોબર સાફાઇ કરતી નથી..’ તેમ કહી ગાળોબોલી ઝપા-ઝપી કરી સારદાબેનને લાકડી વતી આડેધડ મુંઢમાર મારી સ્વેછાપુર્વક નગર સેવકના કામમાં અડચણ કરી મુંઢમાર મારવામાં આવ્યો હતો. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે.