Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર : જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પાંચ ઝડપાયા : બે ફરાર

વાંકાનેર : જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પાંચ ઝડપાયા : બે ફરાર

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૭નાં રોજ વાંકાનેર સીટી પોલીસે રાતીદેવળીથી તીથવા જવાના કુબાવાળા કાચા રસ્તે,પવનચક્કી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી ત્યાથી જુગાર રમતાં અરજણભાઇ રવાભાઇ લામકા, રમેશભાઇ વિભાભાઇ ફાંગલીયા, મુકેશભાઇ લાલજીભાઇ સાબરીયા, મેહુલભાઇ વિનયચંદ્ર મારૂ, ઇબ્રાહીમભાઇ અલ્લારખાભાઇ હાલાને રોકડા રૂ. ૨૭,૩૦૦/- સાથે ઝડપી પાડ્યા હતા. જયારે હનીફભાઇ વકાલીયા અને નીઝામભાઇ મોમીન રહે બંને તીથવા વાળા આરોપીઓ નાસી છુટ્યા હતાં. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી પાંચેય આરોપીઓની અટકાયત કરી છે જ્યારે ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!