Thursday, January 16, 2025
HomeGujaratવાંકાનેર પંથકની યુવતીને દોરડા વડે બાંધી બે હવસખોરોએ દુષ્કર્મ ગુજાર્યું

વાંકાનેર પંથકની યુવતીને દોરડા વડે બાંધી બે હવસખોરોએ દુષ્કર્મ ગુજાર્યું

વાંકાનેર પંથકમાં યુવતીને હવસનો શિકાર બનાવી બે શખ્સોએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.જેને પગલે પોલીસે બનેં શખ્સો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ ઘટના અંગે વાંકાનેર પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેર પંથકમાં વાડી વિસ્તારમાં રહેતી યુવતી ગત તા. ૦૯-૦૨ પોતાના ઘરે એકલી હતી આ દરમિયાન આરોપી ભૂપત સરાણીયા (રહે. ભોજપરા સીમ વિસ્તાર) અને એક અજાણ્યો શખ્શ બાઈક પર આવ્યા હતા જ્યાં યુવતી એકલી હોવાથી તેની એકલતાનો લાભ લઇ આરોપીએ યુવતીને ઘસડી રૂમમાં લઈ જ્યા કુકર્મ આચરતા યુવતીએ બુમો પાડી હતી. જેથી આરોપીએ ચુંદડીથી મોઢામાં ડૂચો દઈને હાથ દોરડા વડે બાંધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે અંગે યુવતું ગુમસુમ રહેતી હોંવાથી પરિવારજનોએ પૂછતાજ કરતા સત્ય હકીકત બહાર આવી હતી જેને લઈને યુવતીએ પોતાની આપવીતી વાંકાનેર સીટી પોલીસ મથકમાં રજૂ કરી ફરિયાદ નોંધાવતા પોલીસે ભૂપત સરાણીયા અને એક અજાણ્યો ઇસમ એમ બે વિરુદ્ધ દુષ્કર્મ સબબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!