વાંકાનેરમાં કોરોનાનો કહેર વર્તાય રહ્યો છે ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને લઈને વધતા જતાં સંક્રમણને રોકવા વાંકાનેરના માર્કેટ યાર્ડને તા.૨૫ એપ્રિલને ૨વીવાર સુધી વાંકાનેર માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.ત્યાર બાદ પરિસ્થિતી પ્રમાણે તા.૨૫ ના રોજ નવી જાહેરાત કરવામાં આવશે. આ સાથે વાંકાનેર માર્કેટયાર્ડ સાથે સર્લગ્ન તમામ ખેડૂતો, વેપારીઓ,દલાલો,વાહનચાલકો અને મજુરોએ આ બાબતની નોંધ લેવી. તેમજ નવા માલની ઉતરાઈ બંધ હોઈ નવો માલ લાવવો નહી.તેવું વાંકાનેરએ.પી.એમ.સી.ના સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.