Thursday, March 28, 2024
HomeGujaratવાંકાનેર : કોઠારીયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા

વાંકાનેર : કોઠારીયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આજરોજ એલસીબી પીઆઈ વી.બી.જાડેજાને જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા પીએસઆઈ એન.બી.ડાભી તથા એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય દરમ્યાન એલ.સી.બી.ના પો.હેડ.કોન્સ. સહદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. વિક્રમભાઇ કુગસીયાને મળેલ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામથી સજજનપર તરફ જતા કાચા રસ્તે રહેતા જેરામભાઇ મનજીભાઇ મકવાણા વાળાએ પોતાના કબજાભોગવટા વાળા રહેણાંકમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી/ રમાડતા હોય જે રેઇડ દરમ્યાન આરોપીઓ જેરામભાઇ મનજીભાઇ મકવાણા, કમલેશભાઇ ઉર્ફે કલાભાઇ રણછોડભાઇ કોબીયા, ભરતભાઇ હરજીભાઇ મકવાણા, નારણભાઇ ઉર્ફે મુન્નો લખમણભાઇ સોઇગામા, રોહીતભાઇ તેજાભાઇ મકવાણા, યુવરાજસિંહ બળવંતસિંહ ઝાલદરબાર રહે. બધા કોઠારીયા તા.વાંકાનેર જી.મોરબી તથા કરમશીભાઇ આંબાભાઇ ભુત (ઉ.વ. ૫૭ ધંધો-ખેતી રહે. સજજનપર (પુ) તા.ટંકારા જી.મોરબી) વાળાઓને રોકડ રૂપીયા રૂ.૩૮,૦૦૦/- સાથે આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, એલ.સી.બી. મોરબીના પો.હેડ.કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. વિક્રમભાઇ ફુગસીયા, નિરવભાઇ મકવાણા સહિતનાઓ જોડાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!