Sunday, December 29, 2024
HomeGujaratકોરોના દર્દીઓ માટે મિથિલિન બ્લુ દવાનું શું છે મહત્વ, જાણો મિથિલિન બ્લુ...

કોરોના દર્દીઓ માટે મિથિલિન બ્લુ દવાનું શું છે મહત્વ, જાણો મિથિલિન બ્લુ વિશે વિગતવાર માહિતી

આવતીકાલે ઓમ શાંતિ વિદ્યાલય ખાતેથી કોરોના દર્દીઓ માટે આ દવાનું ફ્રી વિતરણ કરવામાં આવશે

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે સમાજ સેવા કેન્દ્ર મોરબી દ્વારા મિથિલિન બ્લુ નામની દવાનું ફ્રી વિતરણ શરૂ કરવામાં આવી છે. ત્યારે સમાજ સેવા કેન્દ્ર મોરબીનાં પ્રમુખ ટી. ડી. પટેલે જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર દેશમાં વ્યાપક પ્રમાણમાં કોરોના સંક્રમણ છે અને લોકોમાં કોરોના પ્રત્યે ડર પણ છે. ત્યારે પચાસ ટકા લોકો માત્ર કોરોનાનાં ડરથી મરે છે. આવા સંજોગોમાં રામબાણ ઉપાય તરીકે મિથિલિન બ્લુ નામની કેમીકલ યુક્ત દવા છે જે ફકત સવારે નયણા કોઠે અડધી ચમચી લેવાની હોય છે. કુલ પાંચ દિવસ આ દવા લેવાથી ઓકિસજનની બોટલની જરા પણ જરૂરત નહિ પડે આ દવાથી તમામ નકામા વાયરસ નાબુદ થાય છે અને ઓકિસજન લેવલ નોર્મલ થઈ જાય છે. આ મિથિલિન બ્લુ ઓમશાંતિ વિદ્યાલય, સરદાર બાગ સામે, શનાળા રોડ, મોરબી ખાતેથી સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધી મળશે. આ મિથિલિન બ્લુ લેવા માટે દર્દીના સગાએ આવવું. જેનો કોઈ પણ જાતનો ચાર્જ નથી. આ દવા લોકોની સેવા અર્થે હું આપુ છું. અમારા કુટુંબ અને સગાઓને તમામને આ દવા આપી દીધી છે. જેથી એક હજાર સગામાંથી કોઈનું મૃત્યુ નથી થયુ. ૧૦૦% સાજા થવાથી હું ગેરંટી આપું છું. આ દવા કોરોના દર્દીઓને રાજકોટમાં પેડક રોડ, રણછોડનગર પાસે, શાકમાર્કેટ રોડ, ઋષીભવનમાં રાજનભાઈ ચાવડા પાસેથી પણ મળી રહેશે તો તાત્કાલીક આ દવા લઈને સીકયોર થઈ જાવ એ સૌના હિતમાં છે તેમ સમાજ સેવા કેન્દ્ર મોરબીનાં પ્રમુખ ટી. ડી. પટેલે જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!