Friday, December 27, 2024
HomeGujaratટંકારાના જુના હડમતીયા રોડ પરથી પાન મસાલાના થેલામાં વ્હીસ્કી ભરી નીકળેલ એક્સેસ...

ટંકારાના જુના હડમતીયા રોડ પરથી પાન મસાલાના થેલામાં વ્હીસ્કી ભરી નીકળેલ એક્સેસ ચાલક પકડાયો

ટંકારાના જુના હડમતીયા રોડ પરથી વિમલ પાન મસાલાના થેલા મા દારૂની બોટલ ભરી એક્સેસ બાઈક લઈ નીકળેલ ઇસમને પોલિસે ઝડપી લીધો હતો. પોલીસે 19 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

આ કેસ અંગે ટંકારા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર હડમતીયા રોડ પર આવેલ સ્મશાન પાસેના કાચા રસ્તા પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા સુઝુકી કંપનીના એકસેસ મોટરસાયકલ રજીસ્ટર નંબર- જીજે૩૬એબી-૪૮૧૯ ના ચાલક સલીમભાઇ મુસાભાઇ ઉર્ફે બાબુભાઇ કુમરીયા (ઉ.વ- ૩૫ રહે. ટંકારા મેમણવાસ તા-ટંકારા જી-મોરબી)ને પોલીસે આટકાવી તલાશી લેતા બાઈકના આગળના ભાગે વીમલ પાન મસાલાના બે થેલામા ભારતીય બનાવટની MCDOWELLS-NO-1 વ્હીસ્કી દારૂની બોટલો નંગ- ૩૨ કિ.રૂ. ૯૬૦૦ નો મુદ્દામાલ ઝડપાયો હતો. આથી પોલિસે દારૂ, સુઝુકી કંપનીના એકસેસ કિ.રૂ. ૧૦,૦૦૦ કુલ કિ.રૂ. ૧૯,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!