મોરબીના નીચી માંડલ ગામ નજીક આવેલ વેટિકન સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા બસંતીબેન મુનશીભાઈ ગુદીંયા ઉવ.૨૨ એ ગઈકાલ તા.૦૩/૦૯ના સાંજના ૮ વાગ્યા પહેલા કોઈપણ સમયે પોતાના ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતક બસંતીબેનનો મૃતદેહ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. મૃતક બસંતીબેનનો લગ્નગાળો બે થી ત્રણ માસનો હોવાની વિગતો બહાર આવી હતી. હાલ તાલુકા પોલીસ દ્વારા મૃત્યુના આ બનાવ બાબતે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.