Friday, December 27, 2024
HomeGujaratમોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આજથી વિવિધ સ્થળોએ યોગ સપ્તાહનું આયોજન

મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આજથી વિવિધ સ્થળોએ યોગ સપ્તાહનું આયોજન

વિશ્વ યોગ દિન જે ૨૧ જૂનના રોજ ઉજવાય છે તે અનુસંધાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મોરબી જીલ્લામાં જુદા જુદા સ્થળોએ યોગ સપ્તાહ તા. ૧૫/૦૬/૨૦૨૧ થી ૨૧/૦૬/૨૦૨૧ સુધી ઉજવવાનું નક્કી કરેલ છે તે મુજબ સવારે ૦૬:૦૦ થી ૦૭:૦૦ ના સમય દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે જુદા-જુદા યોગ, આસન અને પ્રાણાયામ કરાવવામાં આવે છે. મોરબી શહેરના જુદા-જુદા વિસ્તારો જેવા કે રવાપર રોડ પર ઉમા હોલ, શનાળા રોડ પર GIDC ખાતે, સ્ટેશન રોડ પર સુરજ બાગ, સામાંકાંઠે ઉમા ટાઉનશિપ ખાતે યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત માળીયા (મી.), મોરબી તાલુકો, વાંકાનેર તાલુકો તથા વાંકાનેર શહેર, કુવાડવા, માટેલ, ટંકારા, પડધરી એમ દરેક જગ્યાએ યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. આ યોગ સપ્તાહ દરમ્યાન વધુમાં વધુ સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહે અને સ્વસ્થતા પ્રાપ્ત કરે તેવો અનુરોધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા દ્વારા કરવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!