પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે રહેતા ચરણસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૨૩) એ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭નાં રોજ આરોપી ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર પુર ઝડપે ચલાવીને મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર દરિયાલાલ પ્લાઝા સામે પાર્ક કરેલ કારને પાછળથી ઠોકર મારી અકસ્માત કરી ફરિયાદી ચરણરાજસિંહને ઈજા કરી કાર નં. જીજે-૦૩-બીવી-૮૭૬૨માં નુકશાન પહોંચાડી અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.