મોરબીના કુલીનગર.૧મા રહેતા યુવાને અકળ કારણસર ઘરે ઇલેકટ્રીક વાયર વડે ગળાફાંસો ખાઈ મોત વ્હાલું કરી લેતા પરિવારમાં અરેરાટી ફેલાઈ છે. આ અંગે પોલીસે નોંધ કરી આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
મોરબીના વિશીપરા રોડ પર આવેલ કુલીનગરમાં રહેતા શબીરભાઇ ગફુરભાઇ અજમેરી નામના 44 વર્ષીય યુવાને ગઈકાલે તા.7 ના બપોરના ૩ વાગ્યાના અરસામા પોતાના ઘરે ઇલેકટ્રીક વાયર (પ્લાસ્ટીક વાયર) થી ગળોફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે પરિવારજનોને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી આ બનાવને પગલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસે દોડી જઇ મૃતદેહનો કબ્જો સાંભળી પોસ્ટ મોર્ટમ સહિતની કામગીરી હાથ ધરી છે.