માળીયા-વનાળીયા સોસાયટીમાં ઘરનો દરવાજો તોડવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ બે પાડોશીઓએ યુવક ઉપર છરી અને ધોકાથી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી-૨માં માળીયા-વનાળીયા સોસાયટીમાં રહેતા પંકજભાઈ પાલાભાઈ બારોટ ઉવ.૨૫એ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.૦૫/૦૭/૨૦૨૬ના રોજ પાડોશીના ઘરનો દરવાજો તોડવાના મુદ્દે થયેલી બોલાચાલી દરમિયાન આરોપી દીલીપભાઈ રાઠોડે છરી વડે ફરિયાદીને છાતીના ભાગે ઇજા પહોંચાડી હતી, જ્યારે નિલેશભાઈ રાઠોડે ધોકાથી જમણા પગમાં માર મારી ઇજા પહોંચાડી હતી. બનાવ સમયે આસપાસના લોકો વચ્ચે પડતાં વધુ મારામારી અટકી હતી અને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ બનાવ અંગે પોલીસે આરોપી દિલીપભાઈ રાઠોડ અને નિલેશભાઈ રાઠોડ બંને રહે.માળીયા-વનાળીયા સોસાયટી મોરબી-૨ વાળા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






